Home> India
Advertisement
Prev
Next

ગરુડ અને પેરા કમાન્ડો બાદ સરહદે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત, જાણો કારણ

પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા ચીન અને ભારત વચ્ચેના તણાવમાં પેન્ગોંગ લેક પાસે ભારતીય નેવીના માર્કોસ(MARCOS) કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર ચીન સાથે થયેલા ઘર્ષણ બાદ અહીં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ અને ઈન્ડિયન આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો પહેલેથી જ તૈનાત છે. હવે નેવીના મરીન કમાન્ડોઝ(Marine Commandos)  પણ બોર્ડર પર તૈનાત કરી દેવાયા છે. 

ગરુડ અને પેરા કમાન્ડો બાદ સરહદે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત, જાણો કારણ

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં સરહદ પર ચાલી રહેલા ચીન અને ભારત વચ્ચેના તણાવમાં પેન્ગોંગ લેક પાસે ભારતીય નેવીના માર્કોસ(MARCOS) કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. સરહદ પર ચીન સાથે થયેલા ઘર્ષણ બાદ અહીં ઈન્ડિયન એરફોર્સના ગરૂડ અને ઈન્ડિયન આર્મીના પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો પહેલેથી જ તૈનાત છે. હવે નેવીના મરીન કમાન્ડોઝ(Marine Commandos)  પણ બોર્ડર પર તૈનાત કરી દેવાયા છે. 

fallbacks

Farmers Protest: હરિયાણાના CMનું મોટું નિવેદન, પંજાબના CM વિશે જાણો શું કહ્યું?

MARCOS આવતા જ ત્રણેય સેનાઓની શક્તિમાં વધારો
પેન્ગોંગ લેકમાં માર્કોઝ કમાન્ડોની તૈનાતીથી દુશ્મનોના મનસૂબા નિષ્ફળ બનાવવામાં સરળતા રહેશે અને ચીન પર દબાણ વધશે. મરીન કમાન્ડોની તૈનાતી સાથે ઈન્ડિયન એરફોર્સ, ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન નેવીની તાકાતમાં વધારો થશે. સરકારી સૂત્રોએ જણાવ્યં કે મરીન કમાન્ડોની તૈનાતીનો હેતુ ત્રણેય સેવાઓના એકીકરણને વધારવા અને અત્યંત ઠંડી ઋતુમાં નેવીના કમાન્ડોને એક્સપોઝર પ્રદાન કરવાનો છે. મળતી માહિતી મુજબ માર્કોસને પેન્ગોગ લેક ક્ષેત્રમાં તૈનાત કરાયા છે. જ્યાં ભારતીય અને ચીની સેના આ વર્ષ એપ્રિલ-મે બાદથી સતત સંઘર્ષની સ્થિતિમાં છે. 

PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા

અભિયાનમાં રહેશે સરળતા
નેવીના આ કમાન્ડોને નવી બોટ મળશે જેનાથી તેમને પેન્ગોંગ લેકમાં કોઈ પણ પ્રકારના ઓપરેશનમાં સરળતા રહેશે. 

હિલ્ટન ટોપ પર વાયુસેનાના ગરુડ કમાન્ડો
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સને વાસ્તવિક નિયંત્રણ રેખાની હિલ્ટન ટોપ પર ખસેડવામાં આવ્યા છે. LAC પર આ ઊંચાણવાળી જગ્યા પર દુશ્મન દેશના વિમાન જે ભારતીય હવાઈ અંતરિક્ષનો ભંગ કરવાની કોશિશ કરી શકે છે. આથી આ વાયસેના કમાન્ડોને તૈનાત કરાયા છે. 

Farmers Protest: દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ, સતત નારેબાજી

ખુબ જ ખતરનાક હોય છે નેવીના માર્કોઝ કમાન્ડો
મરીનના કમાન્ડો ખુબ જ ખતરનાક ટ્રેનિંગ બાદ તૈયાર થાય છે. કહેવાય છે કે જ્યારે એક હજાર જવાનો અરજી કરે છે ત્યારે તેમાંથી કોઈ એક માર્કોઝ કમાન્ડો બની શકે છે. માર્કોઝ કમાન્ડોઝની ક્ષમતા કલ્પના પણ ન કરી શકીએ એટલી હોય છે. અરબ સાગરના ઊંડાણમાં ઓક્સિજન વગરનું યુદ્ધ હોય કે બર્ફીલા પાણીવાળી વૂલર ઝીલમાં લડવાનું હોય...માર્કોઝ કમાન્ડોઝ ત્યાં તેવી સ્થિતિમાં પણ અડધા અડધા કલાક સુધી લડી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More